સિહોર નગરપાલિકા દ્વારા ગત તા.12-3-20ના સાધારણ સભામાં 20-20 વરસથી જે કામદારો રોજમદાર તરીકે કામ કરે છે તેની અવગણના કરી માત્ર ચાર જ કર્મચારીઓને કાયમી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જે બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ નોંધાવાયો હતો.
નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1) મુજબ ગૌરાંગભાઇ એચ.શુકલ, વિજયભાઇ એચ. વ્યાસ, વનરાજભાઇ બી.પરમાર અને ભરતભાઇ એન.ગઢવી માત્ર આ ચાર કર્મચારીઓને જ કાયમી કરવા માટે સિહોર નગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવેલ જેના વિરુદ્ધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આ ઠરાવ રદ કરવા પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા ભાવનગર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ.
આ રજૂઆતને પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા તા.21-4-22ના આ ઠરાવ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સિહોર નગરપાલિકાના સત્તાધીશો સરકારી પરિપત્રોનો અમલ કરતા નથી.છેલ્લા બે વર્ષથી કમિશ્નર શ્રમ –રોજગાર દ્વારા દર છ મહિને દૈનિક રોજમાં વધારો કરવામાં આવે છે.
જેનો પ્રાઇવેટ કંપનીઓ અમલ કરે છે,પરંતુ સિહોર નગરપાલિકા તેનો અમલ કરતી નથી. આ બાબતે પણ દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકાની કર્મચારીઓને કાયમી કરવાની ભેદભાવ ભરી નિતી સામે દલિત અધિકાર મંચે નારાજગી વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.