તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:આઉટ સોર્સિંગના નામે સિહોર પાલિકામાં મળતિયાઓની ભરતી

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દલિત અધિકાર મંચ દ્વારા કલેકટરને રજુઆત
  • 20 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અન્યાય કરાતા રોષ

સિહોર નગરપાલિકામાં છેલ્લા 20-20 વર્ષોથી રોજમદાર તરીકે કામ કરતાં સફાઇ કામદારો ,પટ્ટાવાળા, વોર્ડ બોય, સુપરવાઇઝર,કલાર્ક, ડ્રાઇવરો આ તમામ લોકોએ કોરોનાની મહામારીમાં જીવના જોખમે કામગીરી છે. જેમાં ગંદકી સાફ સફાઇ કરતાં અને ગંદી ગટરો સાફ સફાઇ કરતાં સફાઇ કામદારોને ઓવરટાઇમ આપવામાં આવ્યો નથી. નગરપાલિકાના મળતિયાઓને ઓફિસમાં બેઠા-બેઠા ઓવરટાઇમ ચુકવાયા છે.

હાલના નગરપાલિકાના પ્રમુખે કર્મચારીઓને અધિકારો આપવાને બદલે કામદારોને અન્યાય કર્યો છે. તેઓએ પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે જેમાં પોતાના મળતિયાઓની કોઇપણ જરૂરિયાત વગર ભરતી કરી છે. પ્રમુખની પ્રાઇવેટ ગાડી ચલાવતા ડ્રાઇવરનો પગાર નગરપાલિકા સિહોર ચૂકવે છે. સફાઇ કામદારો કે કોઇ કર્મચારીઓ અધિકારની વાત કે રજુઆત કરે તો તેઓને કામ પરથી ઉતારી મૂકવાની ધમકી આપવામાં આવે છે. ખુલ્લો ભેદભાવ રાખવામાં આવે છે.

વોર્ડ બોય, સુપરવાઇઝર ,ઓફિસમાં, પટ્ટાવાળામાં અનુસુચિત જાતિના એક કર્મચારી નથી. નગરપાલિકા પ્રમુખના ભેદભાવભર્યા વર્તન અને કર્મચારીઓને થતાં અન્યાય અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ માવજીભાઇ સરવૈયા દ્વારા જિલ્લા કલેકટર અને નગરપાલિકા નિયામકને રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...