તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાય રે કળિયુગ!:સિહોરમાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, સરકારી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો

સિહોર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • એક વર્ષથી દીકરી પર કુકર્મ આચરતા બાપ પર ચો તરફથી ધિક્કાર વરસ્યો

બાપ-દીકરીના પવિત્ર સંબંધોને લજવે એવો બનાવ સિહોર પંથકમાં સામે આવ્યો છે, જેમાં સગ્ગો બાપ છેલ્લા એક વર્ષથી તેની કુંવારી દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. દીકરીને વહાલનો દરિયો કહેવામાં આવે છે, પરંતુ એ વહાલના દરિયા પર જ પોતાનો પિતા કુદૃષ્ટિ કરી તેના પર દુષ્કર્મ આચરે એ તો અધમતાની ચરમસીમા ગણાય છે. આવો જ એક બનાવ સિહોર પંથકમાં સામે આવ્યો છે, જેમાં એક પિતા પોતાની દીકરી પર છેલ્લા એકાદ વરસથી દુષ્કર્મ આચરતો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. સિહોર સરકારી દવાખાનામાં આજે આ દીકરીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

સમગ્ર તપાસ મહિલા યુનિટને સોંપાઈ
આ બનાવ અંગે સિહોર પોલીસે કળિયુગના આ નરાધમ બાપ વિરુદ્ધ ગુનો નોંધી આગ‌ળની તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે, પોલીસે યુવતીની ફરિયાદ લઈ તેના પિતાને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આ કેસમાં સંપૂર્ણ તપાસ મહિલા યુનિટને સોંપવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે. જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ સિહોર સરકારી દવાખાનામાં બાળ‌કને જન્મ આપ્યા બાદ હાલ તેને ભાવનગર રિફર કરવામાં આવી હોવાનું જાણ‌વા મળ્યું છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

વડોદરામાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું
થોડા દિવસો પહેલા વડોદરામાં એક લવ-જેહાદનો કિસ્સો પોલીસ ચોપડે ચઢયો હતો. છાણીની 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે સતત 23 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અપહરણ કરીને તેના વતન બિહારમાં લઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણી વિસ્તારમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરી ચૂકેલી 15 વર્ષીય સગીરાએ પોલીસમાં મૂળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અમાનતે તેને 3 મહિના પહેલાં લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે ત્યાં દુષ્કર્મ કર્યું હતું.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ફરવાના બહાને બહાર લઈ જતો હતો
આ ઉપરાંત અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.