તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ સેવા:છેલ્લાં 20 વર્ષથી માનવ સેવાનો અવિરત ધોધ વહાવતા શિહોરના રસુલભાઈ પઢીયાર

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 3 કરોડથી વધુ રૂપિયાની સહાય જરૂરીયાતમંદોને અપાવી

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે અન્ય સેવાઓમાં માનવ સેવાને સૌથી શ્રેષ્ઠતમ બતાવવામાં આવી છે. સિહોરમાં આવા છેલ્લા 20 વર્ષથી માનવ સેવાનો અવિરત ધોધ વહાવતા અને નિરાધારના આધાર અને માનવ સેવાના ભેખધારી રસુલભાઇ પઢિયાર લોકસેવામાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.

સિહોરમાં સમાજ ઉત્થાન માનવ સેવાના પ્રમુખપદે રસુલભાઇ પઢિયાર હાલમાં છેલ્લા વીસેક વરસથી અવિરત માનવ સેવા કરી રહ્યા છે. તેઓએ જાન્યુઆરી 1999થી ઓકટોબર-20 સુધીમાં વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ પેન્શન, તબીબી સહાય ટીબી, કેન્સર, રકતપિત, એઇડઝ, સંત સુરદાસ યોજના, વય વંદના, ફેમિલી પેન્શન વિકલાંગ સંતાનને, રાષ્ટ્રીય કુટુંબ સહાય, કુંવરબાઇનું મામેરુ, દીકરી જન્મ, સમૂહલગ્ન, મકાન સહાય, અકસ્માત સહાય (ખેતમજૂર, ખેડૂત, યાત્રાળુ, વિધવા, વિકલાંગ), વિધાર્થી અકસ્માત સહાય, ફેમિલી પેન્શન વિકલાંગ સંતાનને એરિયર્સ સમય પ્રમાણે, ફેમિલી પેન્શન બંધ હતું તે શરૂ થયું તેનું એરિયર્સ, સાધન સહાય વિકલાંગોને, સત્યાવાદી રાજા હરિશ્વંદ્ર યોજના અને લોન સહાય મળી કુલ રૂપિયા ત્રણ કરોડ એક લાખ એક હજાર બસો ચોવીસ રૂપિયાની સહાય અપાવવામાં સહાય કરી છે.

સિહોર શહેર કે ગ્રામ્ય પંથકમાં જયારે વ્યકિતનું અકાળે અવસાન થાય ત્યારે તેમના પરિવારજનોને મળતી સહાય અંગે રસુલભાઇ જરૂરી માર્ગદર્શન આપે છે. તેમના પરિવારજનો પાસેથી જરૂરી ડોકયુમેન્ટસ મેળવી, જે-તે સરકારી કચેરીએ ધકકા ખાઇને મળવાપાત્ર સહાય અપાવવા માટે અથાક પ્રયત્નો કર છે. પોતાના જીવનના આઠ દાયકા પસાર થયા બાદ યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિથી રસુલભાઇ માનવ સેવા કરી રહ્યા છે. આમ રસુલભાઈ પઢીયાર દ્વારા છેલ્લાં 20 વર્ષથી માનવ સેવા માટે તત્પર રહીને અનેક જરૂરીયાતમંદોની સેવા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...