વાહન ચાલકોને હાલાકી:વરસાદે તંત્રની પોલ ખોલી નાખી સિહોર હાઇ-વેના હાલ-બેહાલ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી માહોલ તેમાં મોટા મોટા ખાડાથી વાહન ચાલકો તોબા

અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે. તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગની પોલંપોલ પણ ખોલી નાખી છે. જેને કારણે રોડની ગુણવત્તા સામે લોકો મોટો પ્રશ્નાર્થ કરી રહ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી સમયાંતરે મેઘમહેર ચાલી રહી છે. જેને કારણે ભાવનગરથી સિહોર અને સણોસરા સુધીના માર્ગ પર અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે.

અને વરસાદને કારણે હાઇ-વે પર પાણી ભર્યુ હોય એટલે વાહનચાલકને અંદાજ ન આવે કે અહીંયા ખાડો હશે અને આ ખાડા એટલા મોટા છે કે નાના વાહન ચાલક જો આ ખાડામાં ફસાઇ જાય તો તેને કેટલું નુકસાન થાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

સિહોરમાં વડલા ચોક પાસે, બસ સ્ટેશન પાસે, ટાણા ચોકડી, આશાપુરા રેસ્ટોરન્ટ સામે, વળાવડ ગામે, સોનગઢ ગામે શીતળા માતાના મંદિર પાસે, આંબલા, રામધરી ગામે એમ કેટલીય જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે.તો કટેલીય જગ્યાએ રોડ બેસી ગયો છે.

આ તો ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ છે. રાજય ધોરી માર્ગની આ હાલત હોય તો નાના –નાના ગામડાઓને જોડતા રસ્તાઓની હાલત કેવી હશે. હાલમાં આ રોડ પરથી પસાર થવામાં વાહનચાલકોને નાકે દમ આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...