તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂા.25 લાખની સહાયની માંગ:કોરોનામાં પોલીસ જવાનોના મૃત્યુ બાદ સહાય માટે ધકકા

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ જવાનો માટે સરકારે કોરોનાને કારણે પોલીસ જવાન મૃત્યુ પામે તો તેના પરિવારજનોને 25 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સહાય મેળવવા માટે પોલીસ જવાનના અવસાન બાદ તેમના પરિવારજનો ધકકા ખાઇ રહ્યા છે પણ સહાય મળતી નથી.

સરકારના આદેશ મુજબ મૃત્યુના કારણ માટે આર.ટી.પી.સી.આર.રિપોર્ટ પોઝીટીવ હોવો જોઇએ જેમાં સિવિલ સર્જનનું સર્ટિ.ફરજિયાત હોય છે. પરંતુ પોલીસ જવાનોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હોય માટે સરકારી ડોકટરો સર્ટિ. આપતા નથી.

આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી માવજીભાઇ સરવૈયાએ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર અને મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે કે પોલીસ પરિવાર માટે નિયમો હળવા કરી જે પોલીસ જવાન કોરોના વોરિયર્સ તરીકે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રૂ.25 લાખની સહાય તાત્કાલિક ચુકવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...