તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સરકારે ગ્રાન્ટ ચૂકવી છતાં પ્રાથમિક શિક્ષકો પગાર-પુરવણીથી વંચિત, ગ્રાન્ટ તો 7 નવેમ્બરે રિલિઝ કરી દીધી પણ ચૂકવાઇ નથી

સિહોર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની 900થી વધુ પ્રાથ. શાળાના 9000 જેટલા શિક્ષકોને ગુરૂવાર સુધી પગાર થાય તેવા સંજોગો નથી

રાજય સરકાર દ્વારા ગત તા.20/11ના રોજ ગાંધીનગર ખાતેથી જે-તે જિલ્લા વાઇઝ જરૂરી ગ્રાન્ટ ફાળવી દીધી હતી.આ ગ્રાંટ ફાળવ્યાને 15- 15 દિવસ થયા હોવા છતાં તંત્રની આડોડાઇ કે લાપરવાહીને કારણે જિલ્લાભરના શિક્ષકો પગાર અને પુરવણીથી વંચિત રહી જવા પામતા શિક્ષક આલમમાં આ બાબતે ભારે કચવાટો જોવા મળી રહ્યો છે. રાજય સરકારે માહે જુલાઇ :19થી ડિસેમ્બર :19 સુધીના છ માસ પૈકીના ત્રણ માસ માટેના પુરવણી માટેના પ્રથમ હપ્તાની રકમ ગત તા.7/11ના રોજ રીલીઝ કરી દીધી હતી. અને આ પુરવણી દિવાળી પહેલાં અચૂક ચૂકવી દેવાનો આદેશ હતો.

આ આદેશને અધિકારીઓએ અભરાઇ પર ચડાવી દીધો અને પુરવણીની રકમ હજી સુધી શિક્ષકોને ચૂકવવામાં નથી આવી. બાદમાં 20/11ના જ રાજય સરકારે નવેમ્બર પેઇડ ડિસેમ્બર અને ડિસેમ્બર પેઇડ જાન્યુઆરી એમ બે માસના પગાર માટે ભાવનગર જિલ્લાને એકોતેર કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી.સમયસર ગ્રાન્ટ આવી જતી હોવા છતાં શિક્ષકોને ઇરાદાપૂર્વક મોડો પગાર ચુકવવામાં આવે છે એવું શિક્ષક આલમમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો