તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિહોર નગરપાલિકા દ્વારા સરકારમાં વિકાસ નકશો મંજુર કરવામાં આવેલ છે. જેમાં શહેરમાંથી માર્ગ અને મકાન વિભાગ ભાવનગર હસ્તકનો રાજય ધોરી માર્ગ પસાર થાય છે. આ માર્ગ ઉપર ઘણી બધી સ્કૂલો તેમજ શોપિંગ સેન્ટરો પણ આવેલા છે.જેના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. અને અઢી વર્ષના સમયગાળામાં લગભગ આઠ લોકો મૃત્યુ પામ્યા છે. અગાઉ આ હાઇ-વેને વિકાસ પથ તરીકે મંજુર કરેલ છે. સિહોર નગરપાલિકા દ્વારા વિકાસ નકશામાં ખાખરિયા હનુમાનથી અમદાવાદ હાઇ-વે ઉપર આવેલ GIDC પાસેથી પસાર થઇ વળાવડ રેલવે ફાટક પાસે 40 મીટરનો ડીપી રોડ મંજુર કરાવવામાં આવેલ છે. આ બાયપાસ રસ્તો માર્ગ અને મકાન વિભાગ ભાવનગર દ્વારા તાત્કાલિક કરાવવામાં આવે તો સિહોર શહેરમાં અવારનવાર થતાં અકસ્માતો અટકાવી શકાય.
આ બાબતે નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગને પત્ર દ્વારા વિગતે અહેવાલ રજુ કરવા જણાવાયું છે. તેમજ શહેરમાંથી પસાર થતાં ધોરીમાર્ગમાં ખોડિયાર વડલા ચોકથી ટાણા ચોકડી સુધી રોડ ઉપરના દબાણો દૂર કરી રસ્તો પહોળો કરી વચ્ચે ડિવાઇડર બનાવવામાં આવે તો આ ગોળાઇમાં થતાં અકસ્માતો નિવારી શકાય. ટાણા ચોકડીથી સુરકા દરવાજા સુધી નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ રસ્તા ઉપર ઘણા દબાણો થયેલ છે. આ રસ્તો સાવ જર્જરિત બની ગયેલ છે. આ રસ્તા ઉપરના દબાણો દૂર કરી, રસ્તો પહોળો અને પાકો બનાવવામાં આવે તેવી સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઇ ડી.નકુમ દ્વારા સિહોર મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.