નગરજનો ત્રાહિમામ:સિહોરમાં હજુ પણ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બાજુ કોરોનાનો કપરો સમય અને અસહ્ય ગરમીથી નગરજનોમાં ત્રાહિમામ
  • તાઉતે વાવાઝોડાને નવ દિવસ વિતી ગયા છતાં

સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્રાટકયું હતું અને આ વાવાઝોડાને પગલે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા અને અસંખ્ય વીજ પોલ પડી ગયા હતા. કેટલાય કાચા-પાકા મકાનો જમીનદોસ્ત થયા હતા તો વાડીઓમાં ઊભેલા પાકનો સોથ વળી ગયો હતો. આ પછી વીજળી ગુલ થઇ ગઇ અને વીજતંત્રએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કવાયત હાથ ધરી.પરંતુ વાવાઝોડું પસાર થઇ ગયું એને દિવસો વીત્યા છતાં સિહોરમાં વીજતંત્ર વીજ પુરવઠો નિયમિત કરી શકયું નથી. જે વિસ્તારમાં લાઇટ આવી હોય તે વિસ્તારમાં પણ ગમે ત્યારે વીજળી ગાયબ થઇ જાય છે.

કોરોના કાળ અને કાળઝાળ ગરમી ગમે તેને શેકી નાખે એવા છે.સિહોરના લગભગ દરેક વિસ્તારમાં દિવસમાં એકાદવાર તો લાઇટ જાય જાયને જાય જ. વાવાઝોડાને આટ-આટલા દિવસો પસાર થઇ ગયા હોવા છતાં વીજ તંત્ર હજી સુધી કેમ સિહોર શહેરમાં વીજ પુરવઠો નિયમિત કરી શકયું નથી.જો વીજતંત્ર પાસે સ્ટાફ ઓછો છે તો સરકાર દ્વારા સિહોરમાં વીજ કર્મીઓની ટુકડી ઉતારવામાં આવે અને ઝડપથી સમગ્ર સિહોર શહેરમાં વીજ પુરવઠો નિયમિત થાય એવી નગરજનોની અપેક્ષા છે. નવ દિવસ વિતી ગયા હોવા છતાં વિજતંત્ર પાવર પૂર્વવત કરવામાં અસફળ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...