તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:પવનચકકીથી સિહોર તાલુકાના ગામોમાં ઉર્જા પ્રાપ્તીની સંભાવના

સિહોરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાંખલ અને થાળા બે ગામોની અનામત બીડમાં વિપુલ તક

સિહોર તાલુકાના aબે ગામો ભાંખલ અને થાળાના અનામત બીડમાં પવન ચકકી દ્વારા વિપુલ માત્રામાં ઊર્જા મેળવી શકાય તેમ છે ભાંખલ ગામે 88 હેકટર અને થાળા ગામે 299 હેકટર એમ કુલ 387 હેકટર બીડ આવેલ. આ બીડ અનામતબીડ છે. હાલમાં માળનાથના ડુંગરમાં ઘણી પવનચકકી મૂકવામાં આવી છે. અને ત્યાં વિપુલ માત્રામાં વીજળી પેદા થાય છે. જો થાળા અને ભાંખલના આ વિશાળ બીડમાં પવનચકકીનો પ્રોજેકટ મૂકવામાં આવે તો અહીં હજારો પવનચકકી મૂકી શકાય. હાલમાં આ બીડ સાવ જ ખાલીખમ્મ છે. અને લગભગ બિનઉપયોગી છે. પણ જો આ બીડમાં પવનચકકી મૂકવામાં આવે તો લોકોને સસ્તી કિંમતે વીજળી આપી શકાય.

હાલમાં મોંઘવારી વીજળીના ભાવ પણ વધી રહયા છે આ મોંઘી વીજળી પોસાઇ તેમ પણ નથી.હાલના આ પડતર બીડમાં જો કંપની રસ દાખવે અને અહીં પવન ચકકી સ્થાપવામાં આવે તે સમયની માંગ છે. ઉપરાંત આ બીડ અખૂટ કુદરતી સૌંદર્ય પણ છે ગિરિમાળાઓ પણ છે. તેને પર્યટન ધામ તરીકે વિકસાવી શકાય છે. એટલે અહીં ચોમાસામાં કુદરતનો અદભુત નજારો જોવા મળે છે. એટલે અહીં પ્રવાસીઓને પણ આકર્ષી શકાય તેમ છે. અને આ સુમસામ બીડ ધમધમતું બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો