તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સિહોરના વિવિધ વિસ્તારોમાં ત્રિનેત્ર મૂકો

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડલા ચોક, ટાણા ચોકડી, ટાવર, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા જરૂરી

સિહોરએ સતત વિકસી અને વિસ્તરી રહેલું શહેર છે. આ શહેર જિલ્લાના અન્ય શહેરો કરતાં વધુ ઝડપી રીતે વિકસી રહ્યું છે. સિહોરમાંથી ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આથી સિહોરમાં અવારનવાર અકસ્માતો બનતા હોય છે. આથી સિહોરમાં જાહેર સ્થળોએ ત્રીજા નેત્ર એટલે કે સીસીટીવી કેમેરા મૂકવાની માંગ તાતી આવશ્યકતા છે.સિહોર 70 હજારથી વધુ વસતી ધરાવતું શહેર છે. ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતું તાલુકા મથક પણ છે.પરંતુ સિહોરમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાને અભાવે નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સિહોરમાં વડલા ચોક, ટાણા ચોકડી, ટાવર (અમદાવાદ રોડ), મેઇન બજાર, દાદાની વાવ,શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે.સિહોરમાં ઘણી વાર હેવી વાહન ચાલકો નાના વાહનોને ટલ્લો મારીને નાસી છૂટતા હોય છે. બજારમાં ખરીદી કરવા ગયેલ કોઇ મહિલા કે બુઝુર્ગ પાસેથી કોઇ ચીલઝડપ કરીને નાસી જાય તો આવા ગુનામાં પોલીસને ગુના ઉકેલવામાં સરળતા રહે. સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આજના યુગમાં એક અત્યંત ઉત્તમ માધ્યમ છે.

સિહોરમાં જયાં વધારે પ્રમાણમાં લોકોની અને વાહનોની અવરજવર રહેતી હોય તેવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે.આજે દિવસે –દિવસે વસતીના અનુપાતમાં ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આથી ગુનાઓ ડિટેઇન કરવામાં પોલીસને ઘણી વાર ખાસ્સો સમય લાગી જતો હોય છે. ભાવનગર સહિતના ઘણા શહેરોમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

જયારે સિહોર તો એક એવું શહેર છે કે જયાંથી સમગ્ર રાજયના અનેક નાના- મોટા શહેરોમાં જતા- આવતા બેશુમાર વાહનો પસાર થાય છે. આથી સિહોરમાં વહેલામાં વહેલી તકે ત્રિનેત્ર મૂકવામાં આવે તેવી લોકમાંગ વધુ પડતી તો નહીં જ ગણાય….? આ સુિવધા કાર્યરત કરવામાં આવશે તો સિહોરમાં ગુન્હાઓના ઉકેલમાં ઝડપ આવશે.

અન્ય સમાચારો પણ છે...