તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:આખરે સિહોરમાં કાયમી TDO વરાયા :લોકાના પ્રશ્નો ઉકેલાશે, ઇન્ચાર્જ TDOથી ગાડુ ગબડાવાતું હતુ

સિહોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિહોર તાલુકો 78 ગામો ધરાવતો મોટો તાલુકો છે. ગામડાઓના લોકોને વિવિધ સરકારી કામો માટે તાલુકા પંચાયત જવું પડતું હોય છે. ગામડાના વિધાર્થીઓ તથા વાલીઓને જાતિના દાખલા, ક્રિમેલિયર સર્ટિફિકેટ, આવકના દાખલા, કઢાવવા માટે ખેડૂતોને ઇનપુટ સહાય તેમજ આઇ કિસાન સહાય કામગીરી, જન્મ-મરણ નોંધ,વિકાસના કામો વગેરે કામગીરી માટે તાલુકા પંચાયત આવવું પડતું હોય છે. પરંતુ તાલુકા વિકાસ અધિકારી જ ઇન્ચાર્જ હોય લોકોને ધરમધકકા ખાવા પડે છે.

સિહોર તાલુકા પંચાયતનું ગાડું છેલ્લા કેટલાકથી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીથી રોડવાઇ રહ્યું હતું. આખા તાલુકાના વિકાસના કામોને વેગ આપવા માટે તાલુકા વિકાસ અધિકારીની ભૂમિકા મહત્વની હોય છે. છેલ્લા કેટલાક સમયથી કાયમી તાલુકા વિકાસ અધિકારીના અભાવે લોકોના કામો સતત ટલ્લે ચડી રહ્યા હતા.આ અંગે સૌરાષ્ટ્ર સમાચાર દૈનિક અખબારમાં સમાચાર પ્રસિધ્ધ થયા બાદ આખરે તંત્ર જાગ્યું અને સિહોર તાલુકા પંચાયતમાં કાયમી તાલુકા વિકાસ અધિકારી તરીકે આર.આર. ઠોરિયાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી સિહોર તાલુકાના ગામોના વિકાસને જે બ્રેક લાગી હતી તે વિકાસની ગતિને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો