સતર્કતા:સિહોરમાં એસ.ટી બસ સ્ટેશન પાસે ખાનગી વાહનોનો જમાવડો

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ST વિભાગ અને પોલીસે આ દુષણ બંધ કરાવવા ઝુંબેશ કરવી જરૂરી
  • ST સ્ટેશન પાસે જ ખાનગી વાહનોને ઊભા રાખી પેસેન્જરોને ખેંચવાની પેરવી

અત્યારે દિવસે-દિવસે લોકોની પરિવહનની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. એક સમયે એસ.ટી.ની સુવિધા લોકમાં વગોવાયેલી હતી. આજે એ જ એસ.ટી.ની સુવિધા નવી એસ.ટી. ઓ સાથે મુસાફરોને વિશેષ સુવિધાઓ આપી રહી છે. લોકો વધુને વધુ સંખ્યામાં STનો લાભ લઇ રહ્યા છે પરંતુ સિહોર ST પાસે જ રોડ પર ખાનગી વાહનો ઊભા રહે છે અને આગળના સ્ટેશને મુસાફરોને બુમો પાડે છે જેને કારણે એસ.ટી.ને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની જરૂરીયાત છે.

સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે અને તેના રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે.

તાજેતરમાં રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે.

વાહનોને પકડી દંડનીય કાર્યવાહી કરાશે
સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ પાસે જે ખાનગી વાહનો ઊભા રહે છે તેવા ખાનગી વાહનોને પકડી તેમની વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવશે.> પી.આર. મેટલિયા, ઇન્ચાર્જ પી.આઇ. સિહોર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...