તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સિહોરમાં હાઇ-વે પર સ્ટ્રીટલાઇટની કામગીરીમાં ઢીલી નીતિથી રોષ

સિહોરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ મહિનાથી કામગીરી શરૂ તો થઇ પણ કામ પુરૂ કયારે થશે ?

શહેરની મધ્યમાંથી ભાવનગર –રાજકોટ રાજય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આ શહેરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી. વિસ્તારો આવેલા છે. હાઇ-વે પરથી બેશુમાર માત્રામાં વાહનો પસાર થાય છે. આમ છતાં સિહોરમાં હાઇ-વે પર સ્ટ્રીટલાઇટ ન હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભયનો અનુભવ કરી રહ્યા છે અને દિવાળી પહેલાં જે કામગીરી શરૂ થઇ હતી તે પૂરુ થવાનું નામ નથી લેતી.

સિહોરમાંથી પસાર થતાં રાજય ધોરી માર્ગ પરથી દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે. ઉપરાંત સિહોર શહેરનું સ્થાનિક ટ્રાફિક. સિહોરમાં રેસ્ટ હાઉસથી વળાવડ ફાટક સુધી અને દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધી સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી ત્રણેક માસ પહેલાં શરૂ કરવામાં આવી હતી. જયારે સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી શરૂ થઇ ત્યારે નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી કે હવે હાઇ-વે પર ભયના ઓથાર તળેથી પસાર નહીં થવું પડે.

પરંતુ કોઇ અકળ કારણોસર આ સ્ટ્રીટલાઇટની કામગીરી અટકી ગઇ છે. આ પ્રશ્નને અગ્રતા આપી તંત્ર દ્વારા હાઇ-વે પર સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

બીજા તબકકાનું ટેન્ડર આપવાનું જ બાકી છે
સ્ટ્રીટલાઇટમાં પ્રથમ તબકકામાં વીજપોલ માટે જ ટેન્ડર આપવામાં આવેલ. બીજા તબકકામાં ટેન્ડર આપવાના બાકી છે. આગામી સમયમાં લેમ્પ અને અન્ય કામગીરી માટે ટેન્ડર આપવામાં આવશે બાદમાં સ્ટ્રીટલાઇટની આગળની કામગીરી હાથ ધરાશે. > બી.એચ.મારકણા, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો