તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:મૃતકના પરિવારજનોને નાણા ચુકવવામાં વિલંબ કરાતા રોષ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની તમામ કાર્યવાહી પુરી કરાયા છતા વારસદારના નાણા જમા નથી થયા
  • બેંક દ્વારા હજુ ઓનલાઇન પોર્ટલની પ્રોસેસ શરૂ

સિહોરમાં બેન્કની કામગીરીમાં વિલંબ કરાતો હોવાની અનેક ફરિયાદો અવાર નવાર ઊઠતી હોય છે.જેમાં બેંકના કોઇ ગ્રાહકનું અવસાન થાય અને તેમના ખાતામાં રહેલી રકમ તેમના વારસદારોને આપવા માટે બેંક દ્વારા વિલંબ કરાતો હોવાની ફરિયાદ સિહોર સેન્ટ્રલ બેંક સામે ઊઠવા પામી છે.

સિહોર સેન્ટ્રલ બેંકના ગ્રાહક શામજીભાઇ દાનાભાઇ રાઠોડનું ગત તા.7/5/2021ના રોજ કોરોનાકાળ દરમ્યાન અવસાન થયેલ. તેઓના ખાતામાં નોમીની ન હોવાથી બેંક દ્વારા કહેવાયું કે તમારે સૌ પ્રથમ પેઢી આંબો અને મરણનો દાખલો રજુ કરવો પડશે. ત્યારબાદ રૂ.300/-ના સ્ટેમ્પમાં તમામ વારસદારોએ નોટરી સમક્ષ રૂબરૂ નોટરી કરવાનું રહેશે. ત્યારબાદ તમામ વારસદારોએ બેંકમાં રૂબરૂ આવવાનું રહેશે. આ પ્રક્રિયા પણ તેમના વારસદારોએ બેંકમાં રૂબરૂ જઇને પૂર્ણ કરી.

આ પ્રોસેસ પૂર્ણ કર્યાને પંદરેક દિવસો વીતી ગયા હોવા છતાં સેન્ટ્રલ બેંક દ્વારા ઓનલાઇન પોર્ટલ ચાલતું ન હોવાથી મૃતકના ખાતામાંથી તેમના વારસદારના ખાતામાં પૈસા જમા કરવા માટેની કાર્યવાહી થઇ શકતી નથી બેંક દ્વારા ઓનલાઇન પોર્ટલ માટેની પ્રોસેસ કરવામાં આવે છે,પણ જયાં સુધી ઓનલાઇન પોર્ટલ સકસેસ ન થાય ત્યાં સુધી પેમેન્ટ ન થઇ શકે તેવું તેઓએ જણાવેલ. આમ લાંબો સમય થવા છતાં કોઇ પણ કારણોસર હજુ વારસદારના ખાતામાં નાંણા થયા નથી.

અન્ય સમાચારો પણ છે...