તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મંજૂરી:ટાણાના 2 ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને આદેશ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકાના ટાણા ગામે કેશવા માધવ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા શ્રીરાણી લક્ષ્મીબાઇ માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક વિધાલય શાળાની મંજુરી મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવને ઓનલાઇન અરજી કરવામાં આવેલ.જે અરજી સાથે ભાવનગર કલેકટર કચેરીના આર.ઓ. શાખાએ ચકાસણી કરતાં એન.એ.નો દફતરી હુકમ રેકર્ડમાં ન હોવાથી આ હુકમ બનાવટી હોવાનું જણાયેલ. આથી જિલ્લા કલેકટર ભાવનગર દ્વારા ઉપરોકત બનાવટી હુકમ રજુ કરનાર તેમજ હુકમ તૈયાર કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ કરેલ.

સરકારી રેકર્ડ મુજબ સને : 2013માં તા.29/4/2013થી તા.21/06/2013 સુધી જે-તે સમયના કલેકટર મસુરી ખાતે તાલીમમાં હતા. એ સમય દરમ્યાન અન્ય અધિકારી પાસે ચાર્જ હતો. આ સમગ્ર ઘટના અંગે કલેકટર કચેરીના ચીટનીસ ટુ કલેકટર ધીરુભાઇ ફૂલાભાઇ ગોંડલિયાએ કેશવા માધવ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો