આદેશ:સિહોર તા.પં.ના સદસ્યાને હોદા પર પુન: નિયુકત કરવા આદેશ

સિહોર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકા પંચાયતના સદસ્ય ક્રિષ્નાબા ભોજરાજસિંહ ગોહિલને તાલુકા પંચાયતના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા.બાદમાં સદસ્યાએ આ અંગે રીટ પિટીશન કરતા તેમને પુન:હોદ્દા પર સ્થાપિત કરવા હુકમ કરયો છે.

હોદા પરથી દુર કરાયેલા તાલુકા પંચાયત સદસ્યે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરતાં હાઇકોર્ટ ઓફ ગુજરાત અમદાવાદના એસ.સી.એ.નં.11756/2021 તા.30/09/21ની અમલવારી કરવાનું નકકી થઇ આવેલ. આ અંગે ક્રિષ્નાબા ભોજરાજસિંહ ગોહિલને તાલુકા પંચાયતના સભ્ય તરીકે પુન: હોદો સંભાળવા હુકમ કરતાં જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત સદસ્યને હોદા પર પુન: નિયુકત કરવા આદેશ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...