ઊર્જા ઉત્પાદન:સિહોરના ભાંખલ અને નેસવડની ગિરિમાળાઓમાં ઊર્જા ઉત્પાદનની તક

સિહોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનચકકીના માધ્યમથી વીજળીનું ઉત્પાદન થાય તો તેનો ફાયદો થઇ શકે

સિહોર તાલુકાના છેવાડે ગિરિમાળાઓની ગોદમાં ભાંખલ ગામ અને ભાંખલથી થોડે દૂર તળાજા તાલુકાનું નેસવડ ગામ આવેલું છે. આ બંને ગામ વચ્ચે ગિરિમાળાઓની હારમાળા આવેલી છે. આથી જો આ ગિરિમાળાઓમાં પવનચકકી ઊભી કરવામાં આવે તો ખૂબ જ ઓછા ખર્ચામાં નિરંતર ઊર્જાનું ઉત્પાદન કરી શકાય અને જો સસ્તા ભાવે વીજળી ઉત્પાદન થાય તો તેનો લાભ ગ્રાહકોને પણ થાય.પવનચકકીના માધ્યમથી વીજળીનું ભરપૂર માત્રામાં ઉત્પાદન થાય તો તેનો લાંબે ગાળે ફાયદો થઇ શકે તેમ છે

હાલમાં ભાંખલ અને નેસવડ વચ્ચેનો વિસ્તાર બીડ તરીકે ઓળખાય છે અને હાલ આ જમીન ફોરેસ્ટ હસ્તક છે. જો આ બાબતે રાજય સરકાર રસ દાખવે અને સરકારી કે ખાનગી કંપનીઓ અહીં પવનચકકી ઊભી કરવા માટે કોઇ નકકર આયોજન કરે તો આગામી સમયમાં અહીં વિપુલ પ્રમાણમાં ઓછી ખર્ચાળ ઊર્જા ઉત્પન્ન થઇ શકે તેમ છે. આ બીડ વિસ્તાર રહેણાંકી વિસ્તારથી ખાસ્સો દૂર હોય તેનાથી ઘોંઘાટ થવાની સંભાવના પણ ઓછી રહે છે. વીજ ઉત્પાદનની સમસ્યા જટીલ બનવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...