શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષ 2015 થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે તેનું ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ભાણગઢ ગામમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાને ધ્યાનમાં લઇને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
280 સભ્યોની ટીમ ધરાવતી આ સંસ્થા ઉચ્ચ અધિકારીઓ, પ્રોફેસરો, શિક્ષકો, સાહિત્યકારો, કલાકારો ચિત્રકારોની બનેલી છે. તેમાં આંગણવાડી કાર્યકર થી આશાવર્કર સુધીના સામાન્ય લોકો પણ જોડાયેલાં છે.આ ટીમમાં અમેરિકાથી માંડીને ગામડા સુધીના સભ્યો છેલ્લાં સાત વર્ષમાં ભાવનગર ખાતે વિવિધ જરૂરિયાતમંદ વ્યકિતઓને મદદરૂપ થાય છે.
આ સંસ્થા દ્વારા શિહોર તાલુકાના સોનગઢ ગામને સેવા કાર્ય માટે દત્તક લેવામાં આવેલું છે. જે અંતર્ગત દર વર્ષે વિધવા બહેનોને કરિયાણાની કીટ, બાળકોને શૈક્ષણિક ચીજવસ્તુઓ તેમજ પર્યાવરણ માટે વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવે છે.સમાજના આર્થિક રીતે નબળાં અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થઇ તેમને પગભર કરવાનો સંસ્થાનો ધ્યેય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.