તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સિહોરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા બાયપાસની જરૂરિયાત

સિહોરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધતા જતા ટ્રાફિકનું ભારણ ઘટાડવું જરૂરી
 • ભાવનગર, રાજકોટ અને અમદાવાદ એમ ત્રણેય રોડ પર GIDCઓ પણ વિકસતા ટ્રાફિકનો પ્રશ્ન

સિહોર એક એવું શહેર છે કે જે દિવસે-દિવસે ચોતરફ વિકસી અને વિસ્તરી રહ્યું છે. અને આ શહેર રોજ-બરોજ પ્રગતિની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. સિહોરમાં ભાવનગર, રાજકોટ અને અમદાવાદ એમ ત્રણેય રોડ પર જી.આઇ.ડી.સી.ઓ પણ વિકસી છે. ઉપરાંતમાંથી ભાવનગર –રાજકોટ રાજય ધોરીમાર્ગ પણ પસાર થાય છે. આથી આ સિહોરમાં વધતી ટ્રાફિક સમસ્યાને નાથવા બાયપાસની તાતી જરૂરિયાત ઊભી થઇ છે.

ભાવનગર પાસે ઘોઘા –દહેજ ફેરી શરૂ થવાને કારણે પણ સિહોરમાં ટ્રાફિક વધ્યું છે. જામનગર, રાજકોટ,દ્વારકા,ઓખા, અમરેલી, વડિયા, ઢસા, બાબરા, ધારી, પાલિતાણા, ગારિયાધાર,જેસર, સાવરકુંડલા, તુલસીશ્યામ સહિતના મોટા અને જાણીતા શહેરો અને સ્થળોએ જવા માટે પણ આ લોકો આ જ માર્ગ પરથી પસાર થાય છે.

બીજી તરફ વસતીના અનુપાતમાં વાહનોની સંખ્યા પણ એટલી જ વધી ગઇ છે. અને સિહોર શહેરમાં તો રોડ આમેય સાંકડો છે. આથી સિહોરમાં રોજ-રોજ ટ્રાફિકની મુશ્કેલી માથાના દુખાવા સમાન બની ગઇ છે. આથી સિહોરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વહેલામાં વહેલી તકે બાયપાસ બનાવવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. અને લોકોની અપેક્ષિત માંગ છે.

સૂચિત બાયપાસ માટેનો આ રહ્યો વિસ્તાર
ભાવનગર તરફથી આવતા ખાખરિયાના પાટિયા પાસેથી બાયપાસ શરૂ થાય. અને વળાવડ ફાટક પાસે પૂરો થાય. જો આ રીતે સૂચિત બાયપાસ અનુસાર સંબંધિત વિભાગ કાર્યવાહી હાથ ધરે તો સિહોરની ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે. સિહોરમાં વધતા જતા ઉદ્યોગોના કારણે વાહનોની સતત અવર-જવર વધી રહી છે. ખાસ કરીને ભારે વાહનો સિહોર માંથી પસાર થાય છે. જો બાયપાસ બને તો ભારે વાહનોની સમસ્યા હળવી થયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો