તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સિહોરમાં ગૌતમેશ્વર રોડના તટ પર સુવિધાયુકત બગીચાની આવશ્યકતા

સિહોર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવિધાસભર બગીચો સિહોરવાસીઓ માટે જોજનો દુર
  • સિહોર શહેરમાં તાલુકા પંચાયત સામે, સાત શેરી પાસે અને ગૌતમેશ્વર મંદિરની બાજુમાં બગીચા છે તેમાં જોઇએ તેટલી સારી સુવિધા નથી

સિહોર એ દિન-પ્રતિદિન વિસ્તરતું અને વિકસતું જતું શહેર છે. ઔદ્યોગિક દષ્ટિએ પણ આ શહેર સમગ્ર જિલ્લામાં અગ્રેસર છે. પરંતુ અમુક સુવિધાની બાબતમાં સિહોર ઘણું પછાત હોય એવું નગરજનોને લાગી રહ્યું છે. સિહોરમાં ગૌતમેશ્વર તળાવના તટ પર સુવિધાયુકત બાગ-બગીચો બનાવવાની તાતી આવશ્યકતા છે.

નગરજનોને ત્યાં આવનાર મહેમાન અને તેમના સંતાનોને સિહોરવાસી કોઇ સારા સુવિધાયુકત સ્થળે લઇ જઇ શકે તેવું સ્થળ સિહોરમાં નથી. સિહોરમાં ગૌતમેશ્વરએ ગિરિમાળાની ગોદમાં આવેલું અદભુત સ્થળ છે. દર રવિવારે અહીં ઘણા પ્રવાસીઓ આવે છે. ઉપરાંત શ્રાવણ માસમાં તો ગૌતમેશ્વર મહાદેવના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિક ભકતજનો આવે છે. આ યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે અહીં સમય પસાર કરી શકે તેવો સુવિધાયુકત બાગ સિહોરમાં નથી.

નગરજનોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે મહુવામાં ગાંધી બાગ,તળાજામાં ભૂપતભાઇ વૈધ બાગ અને પાલિતાણામાં પાવન વન આવેલા છે. જયાં વ્યકિત પોતાના પરિવાર સાથે રવિવારનો દિવસ કે સાંજનો સમય પસાર કરી શકે છે.પરંતુ સિહોરવાસીઓ માટે આ અપેક્ષા હજી જોજનો દૂર છે.

સિહોરમાં હાલમાં તાલુકા પંચાયત સામે, સાત શેરી પાસે અને ગૌતમેશ્વર મંદિરની બાજુમાં બાગ-બગીચા આવેલા છે. પરંતુ તેમાં જોઇએ તેટલી સુવિધા નથી. જરૂરી હીંચકા, લસરપટ્ટી,સેનીટેશન સહિતની સુવિધાઓ ખૂબ જ ઓછી છે. અથવા નગણ્ય છે.

સિહોરનું તંત્ર આ બાબતે ગંભીર બની ગૌતમેશ્વર તળાવના તટ પર મહુવામાં છે એવો મોટો બાગ બનાવે એવી શહેરીજનોની અપેક્ષિત માંગ છે. અને આજે દિવસે-દિવસે લોકોની સુવિધા પ્રત્યેની અપેક્ષા વધતી જાય છે ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...