તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સિહોરમાંથી પસાર થતાં વાહનોના વિચિત્ર હોર્નથી નગરજનો પરેશાન

સિહોર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 50 ડેસિબલથી વધારે તિવ્રતાનો અવાજ આરોગ્ય માટે નુકસાનકારક
 • વિચિત્ર હોર્ન વગાડનારા સામે કાર્યવાહી કરવા માંગ

સિહોરમાંથી ભાવનગર –રાજકોટ રાજય ધોરીમાર્ગ પણ પસાર થાય છે. આથી સિહોરમાં રાત-દિવસ અસંખ્ય માત્રામાં વાહનો પસાર થાય છે. આ વાહનોના વિચિત્ર હોર્નથી નગરજનો હેરાન- પરેશાન બની ગયા છે. આજે દિવસે-દિવસે વાહનોના કે ઔધોગિક ધુમાડાના પ્રદૂષણની સાથો સાથ જળ પ્રદૂષણ અને ઘોંઘાટનું પ્રદૂષણ પણ વધી ગયું છે. ઘોંઘાટનું પ્રદૂષણ આરોગ્યની દષ્ટિએ માનસિક શાંતિ પણ હણનારું હોય છે. 50 ડેસિબલથી વધારે તીવ્રતાનો અવાજ આરોગ્ય માટે નુકસાનકારક ગણાય છે. સિહોરમાંથી રાજય ધોરી માર્ગ પસાર થતો હોય અહીંથી દિવસ દરમ્યાન પુષ્કળ વાહનો પસાર થાય છે.

હાઇ-વે પરથી પસાર થતાં વાહનોમાંથી કાન ફાડી નાખે એવા વિચિત્ર અવાજોવાળા હોર્નથી રાહદારીઓ અને નગરજનો પરેશાન છે. અને એમાંય દાદાની વાવથી રેસ્ટ હાઉસ સુધીનો માર્ગ પ્રમાણમાં સાંકડો ગણાય છે. આટલો વિસ્તાર સિહોરનો ભરચક વિસ્તાર છે. આટલા વિસ્તારમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, વિવિધ બેંકો,વિવિધ કોમ્પ્લેક્ષો આવેલા છે. આથી અહીં ટ્રાફિકની સમસ્યા પણ ખાસ્સી વકરેલી છે. અને જયારે જયારે ટ્રાફિક સર્જાઇ ત્યારે વાહનોવાળા એટલા હોર્ન વગાડે એની તીવ્રતા કોઇનું પણ માથુ ભમી જાય.

સિહોર સર્વોત્તમ ડેરીથી વળાવડ ફાટક સુધી વિસ્તરેલું છે. અને તીવ્ર હોર્નથી રોડ ટચ જેઓ વસે છે તેઓને સતત માનસિક ત્રાસ આપતા હોર્ન સહન કરવા પડે છે. આ ગંભીર બાબત છે. કાનમાં બહેરાશ આવી શકે છે.આ બાબતે પોલીસ તંત્ર સક્રીય બને અને કારણ વગર હોર્ન વગાડતા અને વિચિત્ર અવાજોવાળા હોર્ન વગાડતા વાહનચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે

ચેકીંગમાં આવા હોર્ન જ કાઢી લેવાય છે
પોલીસ દ્વારા વાહન તેમજ પેટ્રોલિંગ દરમ્યાન આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જે વાહન ચાલકે વધારે તીવ્રતા વાળા વિચિત્ર હોર્ન લગાડેલા હોય તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને જરૂર પડયે વાહન ચાલકની હાજરીમાં તે વાહનમાંથી હોર્ન પણ કાઢી લેવામાં આવે છે. આ બાબતે અમારી ટીમ કટીબધ્ધ છે.> કે.ડી.ગોહિલ, પી.આઇ. સિહોર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો