તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સિહોરના યુવકની નજર સામે તેના એકાઉન્ટમાંથી ધડાધડ પૈસા ઉડ્યા

સિહોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હું કસ્ટમર કેરમાંથી બોલું છું, તમારી દુવિધા ઉકેલવા આવ્યો છું
  • બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂપિયા 37,000 ખાતામાથી ડેબિટ થઈ ગયા, મોબાઈલ એપ ઈન્સ્ટોલ કરાવી ઓટીપી મેળવી લીધો

સિહોરના એક યુવકના મોબાઈલમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી તેના મોબાઈલમાંનો સંપૂર્ણ કંટ્રોલ પોતાની પાસે લઈ તેના મોબાઈલમાં આવેલો ઓટીપી જોઈ લઈ કુલ બે ટ્રાન્ઝેક્શન કરી ખાતામાંથી કુલ રૂ. 37,000ની છેતરપિંડી આચરવામાં આવી છે. સિહોરમાં રહેતા નૈષધભાઇ રાઠોડનું સિહોરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સેવિંગ એકાઉન્ટ છે. તેમના ડેબિટ કાર્ડથી ઓનલાઇન ખરીદી નહી થતી હોવાથી તેઓએ બેંકના કસ્ટમર કેર નંબરમાં કોલ કર્યો.

જેવો કસ્મટર કેરનો ફોન પૂર્ણ થયો તેની થોડી જ સેકન્ડોમાં એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો કે, તમે હમણાં તમારી કોઇ દુવિધા બદલ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. હું કસ્ટમર કેરમાંથી બોલું છું. તમારે તમારી સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો હું જે રીતે પ્રોસેસ કહું તે રીતે પ્રોસેસ કરો. આવી રીતે ગ્રાહકને લલચાવી ગ્રાહકનું નેટબેંકીંગ ખોલાવી, એસ.બી.આઇ.ની હેલ્પ એની ડેસ્ક નામની 15 એમ.બી.ની એપ ડાઉનલોડ કરાવી અને તમામ એપ્લિકેશન મીનીમાઇઝ કરવાનું કહેલ.

બાદમાં ઓટીપી આવશે એમ કહેલ. પરંતુ એની ડેસ્ક નામની એપના માધ્યમથી કોઇ પણ વ્યકિત સામેની વ્યકિતનો આખો મોબાઇલ ડેટા જોઇ શકે છે. આ એપથી તેઓએ આવેલ ઓટીપી પણ જોઇ લીધેલ અને તેમાંથી પહેલીવાર 25000/- રૂપિયા અને બીજી વાર 12000/- રૂપિયા એક કુલ 37,000/-રૂપિયાનું ઓનલાઇન ફ્રોડીંગ કરવામાં આવ્યું.

પોતાની સાથે ફ્રોડ થયું હોવાની જાણ થતાં જ તેમણે પોલીસ અને બેંકનો સંપર્ક કરી આ અંગે જાણ કરી હતી. નોંધનીય છે કે ઓટીપી નહી આપવા અંગેની લોક જાગૃતિ બાદ સાયબર ગઠીયાઓ હવે અેપ્લીકેશનની મદદથી મોબાઈલનો કંટ્રોલ મેળવી ઓટીપી જોઈ છેતરપીંડી આચરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...