તાઉતે ઈફેક્ટ:સિહોર પંથકમાં બાગાયતી પાકોને લાખોનું નુકશાન

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા વળતર ચુકવાય તેવી માંગ
  • પાલણપોષણ કરી આર્થિક ઉપાર્જન કરવાનો સમય આવ્યો ત્યારે જ કેરીઓ પડી ગઇ

થોડા દિવસો પહેલાં કુદરતનો પ્રકોપ સમગ્ર રાજય પર ઊતરી આવ્યો અને આ વાવાઝોડું આ સદીનું અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી ભયંકર વાવાઝોડું ગણી શકાય એટલું ભયાવહ હતું. અને આ વાવાઝોડાને પગલે સૌ કોઇને નાનું મોટું નુકસાન તો થયું જ છે. અને એમાંય ગરીબ વર્ગ અને ધરતીપુત્રો માટે વાવાઝોડું વજઘાત સમાન બનીને આવ્યું હોય એમ આ બંને વર્ગને બહુ મોટો આર્થિક ફટકો પડયો છે.

આંબાને આખું વરસ પાલણપોષણ કરી અત્યારે તેમાંથી આર્થિક ઉપાર્જન કરવાનો સમય આવ્યો ત્યારે જ આંબા પરની કેરીઓ પડી ગઇ. અથવા આખે આખા આંબા જ ઉપડી ગયા. જે-જે વાડીઓમાં કેળ હતી તે કેળ પણ જમીનદોસ્ત થઇ ગઇ. અને લીબુંનો તો કચ્ચરઘાણ વાળી દીધો. કેરી અને અને કેળ અને લીંબુ ઉપર ધરતીપુત્રોને આર્થિક ઉપાર્જન મળે તેમ હતું તે પાકોનું અસ્તિત્વ જ મટી ગયું.

અન્ય સમાચારો પણ છે...