તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NDPSના કેસમાં 10 વર્ષની સજા:ભાવનગરમાં ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને 10 વર્ષની સખત કેદની સજા

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2018માં 4.76 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો
 • ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સજા ફટકારી

ભાવનગરના શિહોર પાસેથી વર્ષ 2018માં ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામ આવી છે. તા.13/8/18 ના રોજ ભાવનગર-રાજકોટ હાઈવે પર શિહોરની પી.જી.વી.સી.એલ ઓફીસનો દરવાજા પાસે આવેલ રોશની પાન નામની કેબીન પાસેથી આરોપી વજાભાઈ દાનસંગભાઈ વાળા ઉ.વ.48ની 4.76 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામા આવી હતી.

ભાવનગર એસઓજીએ આરોપી વજાભાઈ દાનસંગભાઈ સામે પંચનામાં ની કાર્યવાહી કરી દિહોર પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટની કલમ -8 (સી), 20 (બી) મુજબનો ગુનો નોંધાવેલ હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ આર. દેવમુરારીની અસરકારક દલીલો તથા આધાર પરાવા અને સાક્ષીઓ ને ધ્યાને લઈ આરોપી વજાભાઈ દાનસંગભાઈ વાળા ને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.30 હજારનો દંડનો હુકમ કરેલ છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો