તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન વિભાગની બેદરકારી:સિહોર પંથકમાં વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષો જૈસે થૈ

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વૃક્ષો વાવીને ફરી હરિયાળું બનાવી શકાય
  • લાંબો સમય વિત્યા છતા પડી ગયેલા વૃક્ષોને હજુ હટાવાયા પણ નથી

દોઢેક માસ પૂર્વે સમગ્ર રાજયભરમાં તૌકતે વાવાઝોડું ત્રાટકયું હતું જેને કારણે સિહોરના જંગલમાં અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે પરંતુ આટલો લાંબો સમય વીત્યા બાદ પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા ધરાશાયી થયેલા આ વૃક્ષોને ત્યાંથી હટાવવાની કોઇ જ કામગીરી હાથ ધરવામાં આવી નહીં.હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે જો નવા વૃક્ષોને વાવવામાં આવે તો આ વિસ્તાર ફરી હરિયાળો બને તેમ છે અને વાવાઝોડામાં નાશ પામેલા વૃક્ષોની ખોટ ફરી પુરી શકાય તેમ છે.

જંગલમાં અનેક જગ્યાએ પડી ગયેલા વૃક્ષો જૈસે થૈ હાલતમાં પડયા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વાવાઝોડા બાદ આ વૃક્ષોને ત્યાંથી હટાવી તેની જાહેર હરરાજી કરી શકાઇ હોત અને ખાલી પડેલ જગ્યાઓ પર નવા વૃક્ષો વાવી જંગલનું સમતોલન જાળવી શકાયું હોત પરંતુ બેદરકારીને કારણે આ ન થઇ શકયું.

અન્ય સમાચારો પણ છે...