સિહોરના સીટી વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર તેમજ ડુંગરના ગાળાની અંદર છેલ્લા એક મહિનાથી દીપડાના આંટાફેરાને લઈને લોકોમાં એક ગભરાહટ અને ફફડાટ ઊભો થયો છે. આથી છેલ્લા 15 દિવસથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ ચાલક દીપડો પાંજરા સુધી પહોંચતો જ નથી.
દીપડાના રાત્રે સીટી વિસ્તારની અંદર આંટાફેરા જોવા મળી રહ્યા છે. આથી દીપડો કોઈ મોટી જાનહાનિ પહોંચાડે તે પહેલા આ દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી એક લોકમાંગ ઊઠી છે. સિહોરના ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. સોલંકી તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી કરાઇ રહી છે.આરએફઓએ ઘટના સ્થળની મુલાકાત લઈને સૂચનાઓ આપવામાં આવી હતી અને વધુ પાંજરા મૂકવામાં આવે અને દીપડો વહેલીતકે પાંજરે પુરાઈ જાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સિહોરમાં દીપડાએ વધુ એક બકરાનું મારણ કર્યું
સિહોરમાં અત્યારે ચોરે અને ચૌટે લગભગ એક જ મુદ્દે ચર્ચા થઇ રહી છે અને એ ચર્ચાનો મુદ્દો દીપડાનો પરિવાર છે. સિહોર શહેરના વિસ્તારમાં દીપડા દેખા દે છે કયાક પશુઓના મારણ કરે છે. જૂના સિહોરમાં એક બકરાનું મારણ કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.