દીપડાનો ભય:સિહોરમાં બે દિવસમાં બીજી વાર દીપડો દેખાયો : ગાયનું મારણ કર્યું

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બાજુ નીલગાય અને ભુંડનો ત્રાસ તેમાં રાની પશુઓનો ભય
  • સિહોરી માતાના ડુંગર પાસે દેખાયા બાદ આજે ગૌતમેશ્વર પાસે આવી ગયો

સિહોરમાં બે દિવસ પૂર્વે સિહોરી માતાના ડુંગર પાસે દીપડાએ દેખા દીધા હતા અને સિહોરના પાદરમાં દીપડો આવી જતાં નગરજનો ભયભીત બની ગયા હતા એ પછી આજે વહેલી સવારના સમયે ગૌતમેશ્વર મંદિર પાસેના હવેડા પાસે પાણી પીતો દશ્યમાન થયો હતો અને એક ગાયનું પણ મારણ કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.

સિહોરના પાદરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે અને ત્રણ દિવસમાં બે પશુના મારણ કરતાં પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે.ધ્રુપકા, ખાંભા, સાગવાડી,સર, તરશિંગડા વાડી વિસ્તાર સહિતના ગામો અને વિસ્તારોમાં વાડી વિસ્તાર આવેલા છે.

આ વાડી વિસ્તારમાં અનેક લોકો પશુઓ અને પોતાના પરિવાર સાથે રહે છે.સિહોર પંથકના વાડી વિસ્તારમાં દીપડાની આવન-જાવનથી પશુપાલકો અને ધરતીપુત્રો ભયથી ચિંતાતુર બની ગયા છે.હાલમાં ખેતીની પણ ભરપૂર સીઝન ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...