સમસ્યા:સિહોર રેલવે સ્ટેશનમાં ઓવરબ્રિજના અભાવે મુસાફરોને થતી હેરાનગતિ

સિહોર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોર રેલવે સ્ટેશન પરથી પસાર થતી અનેક ટ્રેનો
  • મુસાફરોને ​​​​​​​પ્લેટફોર્મ નં.1 ઉપરથી પ્લેટફોર્મ નં.2માં જવામાં થતી દોડાદોડી

સિહોર રેલવે સ્ટેશનમાં ઓવરબ્રિજ ન હોવાને કારણે મુસાફરો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે જેને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિહોર રેલવે સ્ટેશનથી નાના-મોટા શહેરોમાં અને અન્ય રાજયોમાં જવા માટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ સ્ટેશનમાં ઓવરબ્રિજ ન હોવાને કારણે વૃધ્ધો, મહિલાઓ અને બાળકો સહીત સૌ કોઇને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગરથી સુરેન્દ્રનગર જતી કે અન્ય ટ્રેનો પ્લેટ ફોર્મ નં.2 ઉપર ઊભી રહે છે. જયારે મુસાફરોને પ્લેટફોર્મ નં.1 ઉપરથી પ્લેટફોર્મ નં.2માં જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. બ્રોડગેજ લાઇનને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ બનાવવામાં આવેલ હોય પ્લેટફોર્મની ઊંચાઇ વધારે છે.ઉપરાંત પાલિતાણાથી મુંબઇ જતાં મુસાફરોને પણ સિહોરથી જ ટ્રેનમાં બેસવું પડે છે. આ બાબતે સિહોરની વિવિધ સંસ્થાઓ દ્વારા રજુઆતો પણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...