હાલાકી:સિહોરમાં સીટી સ્કેનના અભાવે દર્દીઓને ભાવનગર થતા ધકકા

સિહોર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોરમાં સીટી સ્કેન સેન્ટર શરૂ કરવા ઊભી થતી પ્રબળ લોકમાંગ સંતોષાશે?

અનેક ગામોના સમૂહ સાથે જોડાયેલા સિહોરમાં દર્દીઓ માટે સીટી સ્કેનની સુવિધા નહીં હોવાથી દર્દીઓને ભાવનગર જવુ પડે છે.જો સીટી સ્કેન સેન્ટર શરૂ કરવામાં આવે તો સિહોર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકના દર્દીઓ અને પાલિતાણા તેમજ ગારિયાધાર અને ઉમરાળા પંથકના દર્દીઓને પણ તેનો લાભ મળી શકે.

સિહોરની વસતી અંદાજે 70 હજાર જેટલી છે ઉપરાંત તાલુકાના 78 ગામડાંઓના લોકો પણ માંદગી સમયે સારવાર માટે સિહોર આવતા હોય છે.ઘણા રોગોમાં ડૉકટરો સીટી સ્કેન કરાવવાની દર્દીઓને સલાહ આપતા હોય છે પરંતુ સિહોરમાં સીટી સ્કેન સેન્ટર ન હોવાને કારણે સિહોર શહેર અને ગ્રામ્ય પંથકના દર્દીઓ તેમજ પાલિતાણા અને ગારિયાધાર પંથકના દર્દીઓને ભાવનગર સુધી ધકકા ખાવા પડે છે.

સિહોરમાં લેબોરેટરી, ઍકસ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોયતો સીટીસ્કેનની સુવિધા પણ એટલી જ આવશ્યક છે. સિહોરમાં આરોગ્યલક્ષી અનેકવિધ હોસ્પિટલો આવેલી છે. આથી સિહોરમાં આરોગ્યક્ષેત્રે નવી સુવિધા ઊભી કરવા માટે સીટીસ્કેન સેન્ટર શરૂ કરવું અત્યંત આવશ્યક બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...