તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધકકા:સિહોર શહેરમાં સીટી સ્કેનની સુવિધાના અભાવે દુરના ધકકા

સિહોર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સાચા નિદાન માટે સીટી સ્કેન જરૂરી
  • સ્થાનિક કક્ષાએ સેન્ટર શરૂ કરવામાં આવે તો સિહોર પંથકના દર્દીઓને લાભ મળે

સિહોર શહેર તાલુકા સહિત સમગ્ર જિલ્લા અને રાજયભરમાં અનેક લોકોએ કોરોનાને લીધે પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની તપાસ માટે સૌ પ્રથમ રેપિડ અને ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવે છે. પરંતુ આ બંને રિપોર્ટમાં જયારે ચોકકસ નિદાન ન થાય ત્યારે દર્દીનું સીટીસ્કેન કરવાની ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવતી હોય છે.હાલમાં કોરોનાના કેસ ઘટયા છે,પણ કોરોના સાવ નાબુદ થયો નથી.

અને હજી ત્રીજા વેવની વૈજ્ઞાનિકો અને તબીબો અને તજજ્ઞો આગાહી પણ કરી રહ્યા છે.સિહોર તાલુકામાં આ વરસે કોરોનાના ઘણા પોઝીટીવ કેસો આવ્યા હતા. એમાંથી કેટલાયને ગંભીર હાલતે ભાવનગરની સર ટી.હોસ્પિટલ કે અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જો રેપિડ કે આરટીપીસીઆર રિપોર્ટમાં દર્દીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ ન આવે ત્યારે સીટીસ્કેન કરાતું હોય છે. સિહોરમાં જો સીટી સ્કેન સેન્ટર શરૂ કરવામાં આવે તો સિહોર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકના દર્દીઓને પણ તેનો લાભ મળી શકે.

કોરોના ઉપરાંત ઘણા રોગોમાં પણ ડોકટરો સીટી સ્કેન કરાવવાની દર્દીઓને સલાહ આપતા હોય છે. પરંતુ સિહોરમાં સીટી સ્કેન સેન્ટર ન હોવાને કારણે સિહોર શહેર અને ગ્રામ્ય પંથકના દર્દીઓને ભાવનગર સુધી ધકકા ખાવા પડે છે. આથી સિહોરમાં સીટીસ્કેન સેન્ટર શરૂ કરવું અત્યંત આવશ્યક બની ગયું છે.જેથી લોકોને નજીકમાં જ સુવિધાનો લાભ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...