તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિ-પાંખિયો જંગ:સિહોર પંથકમાં તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જામ્યો જંગ

સિહોર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ,ભાજપ અને આપ વચ્ચે મુકાબલો
 • સિહોર તાલુકા પંચાયતમાં 22 બેઠક માટે 57 ઉમેદવારો,જિ.પં.માં 4 બેઠક માટે 8 ઉમેદવારો

આગામી તા.28/2ને રવિવારના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન થશે. સિહોર તાલુકા પંચાયતમાં 22 સીટો છે. જયારે સિહોર તાલુકામાં ભાવનગર જિલ્લા પંચાયતની 4 સીટો છે. સિહોર તાલુકા પંચાયતની 22 સીટો માટે 57 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. ભાજપ,કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ગત ટર્મમાં સિહોર તાલુકા પંચાયત અઢી વરસ માટે ભાજપે શાસન કર્યુ હતું જયારે અઢી વરસ કોંગ્રેસનું શાસન રહ્યું હતું. હવે નવી ટર્મમાં જોવાનું એ રહ્યું કે આ વખતની પાંચ વરસની ટર્મમાં કોણ બાજી મારશે. અત્યારે તો સિહોર પંથકમાં ભાજપ, કોંગ્રેસની સાથોસાથ આપે પણ ઝંપલાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે મતદારોનો ઝોક કોના તરફ ઢળે છે. કોણ સત્તાના સિંહાસન પર બેસે છે એ તો મતદારો જ નકકી કરશે.

ભાવનગર જિલ્લા પંચાયત માટે સિહોર તાલુકાની 4 સીટ માટે કોંગ્રેસ અને ભાજપના બે-બે મળી કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે. બંને પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચૌટીનું જોર લગાવી રહ્યા છે. ગત ટર્મમાં ભાવનગર જિલ્લા પંચાયતની સિહોર તાલુકાની ચાર સીટમાંથી સણોસરા,સોનગઢ અને ટાણા એમ ત્રણ સીટ કોંગ્રેસના ફાળે આવી હતી જયારે ઘાંઘળી સીટ ભાજપે અંકે કરી હતી.

જેસરમાં તાલુકા પંચાયતમાં 16 અને જિલ્લા પંચાયતમાં 2 બેઠકની ચૂંટણી
જેસરમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ માહોલ જામતો જાય છે .જેસર તાલુકાની જિલ્લા પંચાયતની કુલ બે સીટ આવેલી છે તેમાં જેસર અને બિલ્લા ગામનો સમાવેશ થાય છે તેમજ જેસર તાલુકા પંચાયતમાં કુલ 16 સીટનો સમાવેશ થાય છે.

આમ જેસર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં આ વખતે ખરાખરીનો જંગ છે જેમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આ વખતે આમ આદમી પાર્ટીના ફોર્મ પણ જેસર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાંથી ભરાણા હોવાથી આ વખતે ભાજપને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં કપરા ચડાણ જોવા મળે છે. ગયા વખતની ટર્મમાં ભાજપ તાલુકા પંચાયતમાં સત્તા સ્થાને હતું હવે આ વખતે રસાકસી ભર્યો જંગ જોવા મળવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો