હાલાકી:સિહોરમાં એકદમ સાંકડા થયેલા ગૌરવપથ પરથી નિકળવું મુશ્કેલ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પલેક્ષો માટે પાર્કીંગ માટે કોઇ વ્યવસ્થા નથી
  • એમ્બ્યુલન્સ જો ફસાઇ હોય તો ભરચક ટ્રાફીકમાંથી બહાર નિકળવામાં હાલાકી

સિહોરમાં રેલવે સ્ટેશન પર આવેલ ગૌરવ પથ પર ગૌરવ લેવા જેવું કંઇ ન હોય આ નામ ફકત શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું તેમ રોડ પરથી પસાર થનાર સૌ કોઇને લાગી રહયું છે. સિહોરમાં સ્ટેશન રોડ પર સિહોર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરી ગૌરવ પથ બનાવવામાં આવ્યો છે.

આ રોડ પર જેટલા નવા કોમ્પ્લેક્ષો બનાવવામાં આવ્યા છે તેમાં કયાય પણ પાર્કિગ માટેની જગ્યાઓ મૂકવામાં આવી નથી. જેનાં કારણે અહીંના કોમ્પ્લેક્ષોમાં જે દુકાનો આવેલી છે તેના વેપારીઓ અને ગ્રાહકોએ ફરજિયાતપણે રોડ પર પોતાના ટુ-વ્હીલ,ફોર વ્હીલ વાહનો રોડ પાર્ક કરવા પડે છે. ફૂટપાથ અને પાર્ક કરેલ વાહનોના કારણે આ રોડ સતત ટ્રાફિકજામ રહ્યા કરે છે. ઉપરાંત સિહોરની મોટાભાગની હોસ્પિટલો પણ આ જ રોડ પર આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...