તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:સિહોરમાં ફેરિયાઓ અને ગલ્લા ધારકોને સ્થળ ખસેડવા રજુઆત

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા સહિત સિહોર શહેર તાલુકામાં હાલમાં કોવિડ-19નું સંક્રમણ વધી રહ્યું છે. અને કોવિડ-19ના વધતા સંક્રમણને કારણે તેને અટકાવવા માટે સિહોર નગરપાલિકા દ્વારા કડક નિર્ણય લેવા જરૂરી બની ગયા છે. આ માટે પૂરા સિહોરમાં જે શાકભાજીના વેપારી છે તેને નિયત સ્થળ ક્રિકેટ છાપરી અથવા તો મુસાફરી બંગલા પાસે તાત્કાલિક ખસેડવામાં આવે અને તેનો કડક અમલ કરાવવામાં આવે.

પાન-માવાના ગલ્લા,ચાના ગલ્લાની આસપાસ લોકો બેસે નહીં તે માટે ત્યાંથી ખુરશી અથવા બાંકડા હોય તો તે સત્વરે હટાવવામાં આવે.કોરોનાના વધતા સંક્રમણને કાબુમાં લેવા તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવાય તે હાલના સમયે અત્યંત આવશ્યક છે. આ અંગે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...