તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશમાં પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને અન્યાય

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BAMSની 26 અને હોમિયોપેથીની 25 કોલેજોના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

કોરોનાને કારણે આ વરસે નીટની એકઝામ મોડી લેવાણી. એકઝામ બાદ મેડિકલક્ષેત્રના એમ.બી.બી.એસ., બી.એ.એમ.એસ., ડેન્ટલ, હોમિયોપેથી સહિતના મેડિકલ વિભાગમાં પ્રવેશ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સૌ પ્રથમ મોક રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો. મોક રાઉન્ડમાં બી.એ.એમ.એસ., હોમિયોપેથીની કેટલીક કોલેજો દર્શાવવામાં આવી ન હતી ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને એમ હતું કે પ્રથમ રાઉન્ડમાં આ કોલેજો ઓનલાઇન બતાવવામાં આવશે. પરંતુ બી.એ.એમ.એસ., હોમિયોપેથીની અનેક કોલેજો ઓનલાઇન ન બતાવતા હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મેડિકલ પ્રવેશ બાબતે ચિંતા વ્યાપી છે.

મેડિકલ વિભાગના ચાર કોર્સ માટે આ વર્ષે 24143 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી ફાઇનલ મેરિટમાં 21641 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.ચોઇસ ફિલિંગ પૂર્ણ થયા બાદ પ્રવેશ સમિતિ દ્વારા તાજેતરમાં મેડિકલ પ્રવેશ બાબતે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ થઇ ગયું તેમ છતાં હજુ સુધી કેન્દ્રની કાઉન્સિલ દ્વારા બી.એ.એમ.એસ.(આયુર્વેદ) ની 26 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને હોમિયોપેથીની 25 કોલેજોને મંજુરી મળી નથી. આથી 4600 જેટલા વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જવાની આશંકા છે. પ્રથમ રાઉન્ડ 4થી ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...