ડમ્પરોના પૈડાં થંભી ગયા:5 વર્ષ બાદ એકય પ્રશ્નનું નિરાકરણ ન આવતા કવૉરી ઉદ્યોગની સાત માંગ સાથે અચોક્કસ મુદ્તની હડતાળ

સિહોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચોક્કસ મુદતની હડતાળથી વ્યવસાય સાથે સંકળાયેલા હજારો રોજમદારોની આજીવિકા પર આર્થિક સંકટ

ગુજરાત બ્લેકસ્ટોન કવૉરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ પાંચ વર્ષ અગાઉ કરેલ ઉદ્યોગની પડતર માંગણીઓ મુદે હડતાળનું શસ્ત્ર ઉગામી ધંધો ઠપ્પ કરી દેતા તંત્રએ લેખિત ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. પાંચ વર્ષ બાદ કવૉરી ઉદ્યોગના એકપણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા સાત માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરતાં આ વ્યવસાય સંકળાયેલા હજારો રોજમદારોની આજીવિકા પર મોટું આર્થિક સંકટ ઊભું થવા પામ્યું છે.

ગુજરાત બ્લેકસ્ટોન કવૉરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ખાડા માપણી, ખાનગી માલિકીની જમીનમાં કવૉરીલીઝો હરાજી વગર આપવા, કવૉરી ઝોન ડીકલેર કરવા, ઇ.સી. અને માઇનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા, ખાણ ખનીજ અને આર.ટી.ઓ. જોડાણ અલગ કરવા, ખનીજ કિંમત રૂ.350 છે તે ખોટું છે ખરેખર રૂ.50 જ થાય છે તે ફેરફાર કરવા, મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજિયાત કરવા સહિતના સાત મુદાઓની માંગ કરવામાં આવી છે.

આ અચોક્કસ મુદતની કવૉરી ઉદ્યોગની હડતાળથી બાંધકામ અને રિ-કાર્પેટ થતાં રોડ-રસ્તાના કામોને પણ વિપરીત અસર થવા પામી છે. આ હડતાળ આવનારા સમયમાં કેવો વળાંક લેશે એ તો આવનારો સમય જ બતાવશે. હાલ તો રાજ્યભરના ડમ્પરોના પૈડાં થંભી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...