બૂથ લેવલ ઓફિસરોને દર માસે માસિક ઉચ્ચક માનદ વેતન રૂપિયા પાંચસો ચૂકવવામાં આવે છે. આથી બૂથ લેવલ ઓફિસરોનું વેતન વધારવા બી.એલ.ઓ.માં માંગ ઊઠી છે.ચૂંટણીપંચ દ્વારા દરેક મતદાન મથક પર મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, સુધારા-વધારા કરવા, કમી કરવા સહિતની કામગીરી બૂથ લેવલ ઓફિસરો દ્વારા કરવામાં આવે છે. આ બૂથ લેવલ ઓફિસરોને વાર્ષિક છ હજાર વેતન ચુકવવામાં આવે છે. બી.એલ.ઓ.ના ઉપલા અધિકારીઓ તરીકે સેકટર ઓફિસરો હોય છે. તેઓને સારું મહેનતાણું હોય છે. બી.એલ.ઓ. પાસે અવારનવાર મતદારયાદીને લગતી કામગીરી કરાવવામાં આવે છે.
પરંતુ આ ભથ્થું છઠ્ઠા પગારપંચમાં નિયત કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકારે તેના કર્મચારીઓ માટે ઘરભાડું, મેડિકલ ભથ્થું સહિતના ભથ્યાઓમાં વધારો જાહેર કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ બી.એલ.ઓ. પાસે વિશેષ કામગીરી પણ કરાવવામાં આવી હતી. આમ છતાં ચૂંટણીપંચ દ્વારા બી.એલ.ઓ.નું વાર્ષિક વેતન વધારવા માટે કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી બી.એલ.ઓ.માં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.