સિહોર પંથકના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ભાવિના ઘડતર માટે સિહોર કે ભાવનગર સહિતના શહેરોમાં અપ-ડાઉન કરે છે તેઓ માટે જરૂરી એસ.ટીની સુવિધા ઉપલબ્ધ ન હોય આ વિસ્તાર વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
સિહોર પંથકના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે સિહોર કે ભાવનગર સહિતના શહેરોમાં નિયમિત અપ-ડાઉન કરે છે. તેઓને અપ –ડાઉન કરવા માટે અપૂરતી એસ.ટી. સુવિધાને કારણે આ વિસ્તારની કન્યાઓને ખાસ્સો સમય એસ.ટી. સ્ટેન્ડે ઊભા રહેવું પડે છે. હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે.
શિયાળામાં સૂર્યાસ્ત વહેલો થતો હોય છે. આ વિદ્યાર્થિનીઓ પાંચ કે સાડા પાંચે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી બસ સ્ટેશન જાય ત્યાં સુધીમાં ઘણો સમય પસાર થઇ જાય છે. અને પછી કાગડોળે એસ.ટી.ની રાહ પડે છે.
20થી વધુ ગામોમાંથી નિયમિત અપડાઉન
સિહોરના વળાવડ, મોટાસુરકા, ઘાંઘળી, સાગવાડી, ધ્રુપકા, ભડલી, કાજાવદર,સર, નેસડા, રાજપરા (ખો), જાંબાળા, નવાગામ (મોટા), કરકોલિયા,ઝરિયા, સણોસરા, હડમતિયા,બોરડી, ટાણા,વરલ, સોનગઢ, અમરગઢ, આંબલા,નાના સુરકા,પીપળિયા, પાલડી, મગલાણા સહિતના ગામોમાંથી સિહોર,ભાવનગર સુધી વિદ્યાર્થિઓ નિયમિત એસ.ટી દ્વારા અપડાઉન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.