ફોરેસ્ટ વિભાગમાં દોડધામ:સોનગઢ વાડી વિસ્તારમાં સિંહે વાછરડીનું મારણ કરતા પશુપાલકોમાં ભારે ફફડાટ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર પંથકમાં અવારનવાર રાની પશુઓના આંટાફેરા વધી ગયા છે અને આ રાની પશુઓ વાડીઓમાં બાંધેલ પશુઓને પોતાના શિકાર બનાવતા હોય છે.જેને કારણે પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જતો હોય છે. સિહોર તાલુકાના સોનગઢ ગામે આંબો વિસ્તારમાં વિક્રમસિંહ ઉદેસિંહની વાડીમાં ગત રાત્રિના સુમારે ડાલામથ્થાએ વાછરડી પર હુમલો કરી તેનું મારણ કરેલ.આ બનાવ બનતાં ફોરેસ્ટ વિભાગની ટીમ સોનગઢ ગામે દોડી ગઇ હતી. સગડના આધારે આ મારણ સિંહે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...