દીપડાના આંટાફેરા:સિહોરના ગુંદાળા વિસ્તારમાં એક સાથે બે દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ

સિહોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક સપ્તાહથી સિહોર આજુબાજુના વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધી ગયા
  • ફોરેસ્ટ વિભાગે સુરકાની સીમમાં પાંજરું તો મૂક્યું પણ દીપડો પકડાતો નથી

છેલ્લા એકાદ સપ્તાહથી સિહોર આજુબાજુના દીપડાના આંટાફેરા વધી ગયા છે. બે ગાયોના મારણ કર્યા બાદ ગત મોડી સાંજના સુમારે ગુંદાળા વસાહતની બાજુમાં આવેલ સ્મશાન પાસે એકી સાથે બબ્બે દીપડાએ દેખા દેતા રહીશોમાં દોડધામ મચી જવા પામી છે અને આગ લગાડી ભગાડ્યા હતા.

સિહોરના સિહોરી માતાના ડુંગર પાસે, ગૌતમેશ્વર મહાદેવ મંદિરના અવેડે દેખાયા બાદ ગુંદાળા વસાહતમાં બે દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.સિહોરમાં એકાદ સપ્તાહથી દીપડાએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે.ફોરેસ્ટ વિભાગે સુરકાની સીમમાં પાંજરું તો મૂક્યું પણ દીપડો છે કે તેની પકડમાં આવતો જ નથી.

સિહોર શહેરની ઉત્તર દિશામાં જંગલ આવેલું છે. આ જંગલમાં જ દીપડાએ દેખા દીધા છે અને ગઇકાલે છેક રહેણાંકી વિસ્તાર સુધી દીપડા આવી ગયા છે. આથી સિહોરવાસીઓ ફફડાટનો અનુભવ કરી રહ્યા છે. હવે સિહોર શહેરના કોઇ રહેણાંકી વિસ્તારમાં દીપડો દેખા દેશે તો ? એવો ભય પણ નગરજનોમાં ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...