તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:સિહોરમાં વિવિધ સર્કલો બની રહ્યા શોભાના ગાંઠીયા સમાન

સિહોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધૂળ ખાતા સર્કલોની કરાતી ઉપેક્ષાથી લોકોમાં રોષ
  • સિહોરમાં જર્જરીત બનેલ સર્કલોનું રિનોવેશન કરવામાં આવે તો લોકઉપયોગી બની શકે

સિહોર શહેરમાં આવેલા સર્કલો કે જે લોકોપયોગ માટે હોવા જોઇએ તેના બદલે હાલ જર્જરીત હાલતમાં છે. જેને દુરસ્ત કરવાની તાતી આવશ્યકતા છે.અને જો સિહોરના સર્કલોની શકલ બદલાશે તો સિહોરના લોકોની સારી એવી સુવિધા મળતી થશે

સિહોરમાં ભાવનગર રોડ પર બજરંગદાસ રેસ્ટોરેન્ટની પાસે,નવાગામ રોડ પર આવેલ સર્કલ હાલના સમયે ફકત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.આ સર્કલ દેખાવે સર્કલ છે એટલું જ ? બાકી સર્કલમાં સર્કલ જેવું કાંઇ છે જ નહીં.એ સર્કલમાં લોન કે ફૂલછોડ વાવીને તેને આકર્ષક બનાવવા તંત્રએ કવાયત હાથ ધરવી જોઇએ.ઉપરાંત આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવા ફૂવારા પણ લગાડવા જોઇએ.તેની નિયમિતપણે સાફસફાઇ થાય તેની પણ એટલી જ આવશ્યકતા છે.

બીજું સર્કલ કે જે અમદાવાદ રોડ પર આવેલ ટાવર પાસે છે.તેની હાલત એટલી જ કફોડી છે.અહીં ફૂવારા તો લગાડવામાં આવ્યા છે પણ તે ભાગ્યે જ શરૂ કરવામાં આવે છે.કયારેક તંત્રને આવા સર્કલોની યાદ આવી જાય તો તેની સાફ સફાઇ કરી નાખવામાં આવે છે.બાકી તો આ સર્કલો તંત્રની કુંભકર્ણી ઉંઘ કયારે ઊડે તેની રાહ જોઇને બેઠા છે.

આજના ઘોંઘાટિયા વાતાવરણમાં લોકોના મનોરંજનનું આ પણ એક માધ્યમ છે.પરંતુ આ બાબતથી તંત્ર કદાચ અજાણ હશે.આ ધૂળ ખાતા સર્કલોને લોકોપયોગી બનાવવા માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલીતકે યોગ્ય કદમ ઉઠાવવામાં આવે તેવી નગરજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...