તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભીતિ:સિહોરમાં ઘરે- ઘરે ફરી કચરો લેવા જતા વાહનની સુવિધા અનિયમિત

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે : રોગચાળાની ભીતિ

ઘેર-ઘેર ભીનો કચરો અને સુકા કચરો લેવા લેતું વાહન સિહોરના ગુંદાળા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી જતું ન હોવાને કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

સિહોરમાં ભાવનગર રોડ પર આવેલો ગુંદાળા વિસ્તારમાં નંદનવન સોસાયટી, બજરંગદાસ સોસાયટી, રામનગર વિસ્તાર સહિતના રહેણાંકી વિસ્તારોમાં આવેલા છે.સિહોર શહેરના મોટા ભાગના રહેણાંકી વિસ્તારોમાં ભીનો અને સુકો કચરો લેવા માટે વાહન ઘેર-ઘેર જાય છે પરંતુ ગુંદાળા વસાહતમાં નગરપાલિકાનું વાહન છેલ્લા કેટલાક સમયથી જતું નથી.જેને કારણે આ વિસ્તારના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં કચરો કે ઉકરડા ન થાય અને શહેર સ્વચ્છ રહે તેમજ રોગચાળો ન ફેલાય તે હેતુ થી ઘેર-ઘેર ભીનો કચરો અને સુકા કચરો લેવા લેતું વાહન સિહોરના ગુંદાળા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી જતું ન હોવાને કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે, આથી કચરો લેવા માટેના આ વાહનની સેવા તત્કાલ શરૂ કરવી આવશ્યક બની છે.

કોઇ વિસ્તારમાં રાવ હશે તો ઉકેલ લાવીશુ
સિહોર નગરપાલિકા પાસે હાલમાં ભીનો અને સુકો કચરો લેવા માટેના વાહનો શરૂ જ છે. નગરપાલિકાના વાહનો શહેરના લગભગ દરેક વિસ્તારમાં જાય જ છે. આમ છતાં જયાં ફરિયાદ હશે ત્યાં જરૂરી તપાસ કરી,સૂચના આપીને લોકોની મુશ્કેલી દુર કરાશે.> સમીરભાઇ દવે, સેનેટરી ઇન્સ્પેકટર, સિહોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...