હાલાકી:સિહોરમાં બબ્બે પે એન્ડ યુઝ બન્યા શોભાના ગાંઠિયા સમાન

સિહોર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શૌચાલયો એવી જગ્યાએ છે કે જયાં અવર જવર ઓછી
  • સિહોરના સુરકાના ડેલા પાસે અને લીલાપીર નજીક શૌચાલય બનાવ્યા પછી હજુ તાળા ખુલ્યા જ નથી

સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આખા દેશમાં લોકો સ્વચ્છતા પ્રત્યે સજાગ અને સતર્ક બની રહ્યા છે. સ્વચ્છતાએ લોકોનો જીવનમંત્ર બનતો જાય છે તો બીજી તરફ સિહોરમાં લાખો રૂપિયાના ખર્ચે બબ્બે પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યા હોવા છતાં એક પણ શરૂ ન હોવાને કારણે આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સિહોરમાં સુરકાના ડેલા પાસે અને ટાણા રોડ પર લીલાપીરની નજીક લાખો રૂપિયાના ખર્ચે પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યા છે. પરંતુ આ શૌચાલય બનાવ્યા પછી આજ દિન સુધી તેને શરૂ કરવાનું મુહૂર્ત આવ્યું જ નથી.જેને કારણે સરકારના નાણાનો દુર્વ્યય તો થયો અને લોકોને તેનો લાભ મળ્યો નથી.ઘણા વરસોથી બનાવવામાં આવેલ આ પે એન્ડ યુઝ શૌચાલયો હાલમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બનીને રહી ગયા છે.

આ બંને શૌચાલયો એવી જગ્યાએ બનાવવામાં આવ્યા છે કે જયાં લોકોને તેનો પૂરેપૂરો લાભ જ ન મળે. આ પે એન્ડ યુઝ એવી જગ્યાએ બનાવવાની જરૂરિયાત હતી કે જયાં લોકોની વધારેમાં વધારે અવરજવર રહેતી હોય અને વધારેમાં વધારે લોકો તેનો ઉપયોગ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...