તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Sihor
 • I Am Happy That The Term Of The Chairman Of Sihor Palika Has Been Increased To Two And A Half Years, But The Palika Did Not Implement It Despite The Circular Of The Government.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદો:સિહોર પાલિકામાં ચેરમેનોની મુદત અઢી વર્ષની કરવા હુકમ થતા ખુશી, સરકારનો પરિપત્ર છતાં પાલિકાએ અમલવારી ન કરી

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય સભામાં કરાયેલ રજુઆતનું કોઇ પરિણામ ન આવતા પ્રાદેશિક કમિશ્નરને રજુઆત કરાઇ હતી

સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત અઢી વર્ષની રહે છે. જયારે અલગ-અલગ સમિતિઓના ચેરમેનોની મુદત એક વર્ષ પરંતુ તા.9/10/20ના સિહોર નગરપાલિકાની સામાન્ય સભામાં મુદા નં.3થી 14 ઉપર લેવામાં આવેલા કામો કે જેમાં ચેરમેનો તેમજ કમિટિઓની રચનાના મુદાઓ ઉપર ટી.પી. સમિતિના ચેરમેન તરીકે ભાજપના દીપશંગભાઇ બી.રાઠોડના નામની જાહેરાત કરતા ચર્ચામાં ભાગ લેતા દીપશંગભાઇએ આ મુદત અઢી વર્ષના કાર્યકાળની હોય જેની અમલવારી કરવા રજુઆત કરેલ.

તેઓએ વધુમાં રજુઆત કરતા ગુજરાત લોકલ ઓથોરીટી લો એમેન્ડમેન્ટ એકટ -2015થી જે સુધારો થઇ આવેલ છે તેના પરિપત્રો રજુ કરેલ. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સને :2015થી આ નિયમ લાગુ કરવો. સરકારનો આ ઉદેશ્ય સારો હોવાથી કે ચેરમેન તરીકે બેસનાર વ્યકિતને કોઇ સારી કામગીરી કરવી હોય તો તેના માટે સમય મર્યાદા ઓછી પડતી હોય જેથી જો અઢી વરસનો કાર્યકાળ આપવામાં આવે તો એક સારા ચેરમેન તેમના વિચારોથી શહેરમાં તેના વિભાગનો સારો વિકાસ કરી શકે. પરંતુ અધ્યક્ષ દ્વારા તેમની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવેલ નહીં.

વિપક્ષના સભ્યોએ પણ દીપશંગભાઇ પાસે રહેલ પત્રનો અભ્યાસ કરી સત્તાધીશો અને ચીફ ઓફિસરની સામે આક્ષેપ કરેલ કે 2015માં જે લાગુ કરવાના પરિપત્રો સરકારમાંથી આવે છે તેની અમલવારી કરવાને બદલે દબાવી દેવામાં આવે છે. આમ, હવેથી સિહોર નગરપાલિકાના ચેરમેનોની મુદત અઢી વર્ષ થવાથી સિહોર નગરપાલિકામાં નિમણૂક પામેલ ચેરમેનો તેમજ સમિતિના સભ્યોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

છેક સુધી તંત્રએ કોઇ નિર્ણય ન લીધો
અધિકારીઓ મૂક પ્રેક્ષક બની ગેરકાયદેસર નિર્ણયોમાં સત્તાધીશોની હા માં હા ભણી રહ્યા છે. આથી દીપશંગભાઇ બી. રાઠોડ દ્વારા ન્યાય હિતમાં તા.23/10/20ના પ્રાદેશિક કમિશ્નર, ભાવનગરની કોર્ટમાં અઢી વર્ષની મુદત કરવા માટેની દાદ દાખલ કરવામાં આવેલ. જે અનુસંધાને તા.5/12/20થી ગુજરાત લોકલ ઓથોરીટી લો એમેન્ડમેન્ટ એકટ 2015ની કલમ -55માં થયેલ સુધારાઓને ધ્યાને લઇ અઢી વર્ષ માટે વિવિધ સમિતિઓ અને ચેરમનોની મુદતથી આવી સમિતિઓની અઢી વર્ષ માટે ચુસ્તપણે અમલવારી કરવાના આદેશો સિહોર નગરપાલિકાને કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો