તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:છોટે કાશી સિહોરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા કેટલી રાહ જોવાની

સિહોર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેટલાય ઐતિહાસિક સ્થળો નામશેષ થવા જઇ રહ્યા છે
 • નવનાથ અને પાંચપીર સહિતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલા હોય સિહોરનું વિશેષ મહત્વ

ઐતિહાસિક શહેર સિહોરનો ઇતિહાસ સમગ્ર જિલ્લા માટે ગૌરવ સમાન છે. જે પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષી શકે એટલો ભવ્ય અને બેજોડ અને અપ્રતિમ ઇતિહાસ આ શહેર સાચવીને બેઠું છે. પરંતુ અત્યારે આ શહેરની ઐતિહાસિક જાહોજલાલી પર વિસ્મૃતિની ધૂળ ચડી ગઇ હોય એવું લાગે છે,કારણ કે આ શહેરના કેટલાય ઐતિહાસિક સ્થળો નામશેષ થવા જઇ રહ્યા છે. અને આ વાસ્તવિકતાને નઝરઅંદાઝ કરી શકાય તેમ નથી એ પણ એક નકકર વાસ્તવિકતા છે.

સિહોરમાં પાંચ પીર અને નવનાથના બેસણા છે. ઉપરાંત અહીં ઐતિહાસિક બ્રહ્મકુંડ છે. એક સમયે પૂરા સિહોરને રક્ષણ આપતો કિલ્લો આજે પણ પોતાની જર્જરીત અવસ્થામાં હયાત છે. આ બધાને સ્થાને પ્રવાસનધામ વિકસાવવાની લોકમાંગ છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે.સિહોરમાં ગૌતમકુંડ, સાત શેરી, આઝાદીની લડતમા પોતાનું અનન્ય યોગદાન આપનાર નાના સાહેબ પેશ્વાનું સમાધિ સ્થળ હોય.દાદાની વાવ છે.નવનાથના મંદિરો છે. હનુમાનધારા જવાનો માર્ગ હોય.

સિહોરના બ્રહ્મકુંડ પાછળ પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહનો એક ઇતિહાસ સચવાયેલો પડયો છે. ભાવનગર જિલ્લાનું પાલિતાણા એના જૈન દેરાસર માટે વિખ્યાત છે. મહુવા છોટે કાશ્મીર તરીકે પ્રસિધ્ધ છે. અને સિહોર છોટે કાશી તરીકે જાણીતું છે. સિહોરના મોટાભાગના પ્રાચીન સ્થળોની હાલત કફોડી છે. સિહોરના લુપ્ત થતાં ઇતિહાસને પુનર્જીવન કરવા તંત્ર જાગે એટલી સિહોરવાસીઓની અપેક્ષા અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો