ગ્રામજનો ત્રાહિમામ:ટાણા ગામમાં રખડતા આખલાઓનો ભારે ત્રાસ

સિહોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડફેટે ચડવાની બીકે લોકો અનુભવ કરી રહ્યા છે ભય
  • ખરીદી, અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ શાળાએ જતા ડરે છે

આખલાઓનો ત્રાસ માનવ જિંદગી માટે ખતરારૂપ બનતો જાય છે. સિહોર તાલુકાનું ટાણા ગામ છેલ્લા કેટલાક સમયથી આખલાના ત્રાસથી ત્રસ્ત બની ગયું છે જેને કારણે લોકોના નાકે દમ આવી ગયો છે. ટાણા ગામએ સિહોર તાલુકાના સૌથી મોટા ગામો પૈકીનું એક ગામ છે. આજુબાજુના 30 થી 35 ગામના લોકોનું હટાણાનું કેન્દ્ર છે. અહીં હીરા ઉધોગ પણ મોટાપાયે ફુલ્યો ફાલ્યો છે આથી રોજગારી અર્થે આવતા અને ખરીદી અર્થે આવતા લોકોને આખલાઓને કારણે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો બજારમાં જતાં પહેલાં ભયનો અનુભવ કરી રહ્યા છે.

બજારમાં જયારે આખલા યુધ્ધ શરૂ થાય ત્યારે લોકો આમ-તેમ નાસભાગ કરવા માંડે છે.કેટલાય લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી છે. મેઇન બજારમાં ટાણા કેન્દ્રવર્તી શાળા અને કન્યાશાળા આવેલી છે. આ બંને શાળાઓમાં 800 થી 1000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને પણ શાળાએ જતાં ડર લાગે છે. ટાણા ગામમાં દિવસે-દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...