સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) નજીક સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર આવેલું છે અને ખોડિયાર મંદિરએ ભાવનગર – રાજકોટ રાજ્ય ધોરી માર્ગથી અંદર એકાદ કિલોમીટર દૂર આવેલું છે અને અહીં રવિવારે, પૂનમ અને તહેવારોના દિવસોમાં ભાવિકોનું ઘોડાપૂર ઊમટતું હોય છે. પરંતુ હાઇ-વેથી ખોડિયાર મંદિર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બની જતાં આ માર્ગને ટનાટન બનાવવા માટેની માંગ પ્રબળ બની રહી છે. ખોડિયાર મંદિરએ સમગ્ર ગુજરાતભરના અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો પૈકીનું એક સ્થળ છે. હાઇ-વેથી મંદિર સુધીનો માર્ગ તૂટીને ત્રણ ભાગનો થઇ ગયો છે.
રસ્તામાં અનેક જગ્યાએ મોટાં-મોટાં ખાડા પડી ગયા છે. કપચાં બહાર ધસી આવ્યા છે. અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે. શનિવારે રાતથી જ ભાવનગર શહેરમાંથી અનેક ભાવિકો ચાલીને ખોડિયાર મંદિર આવે છે. સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાંથી ભાવિકો પણ માના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવવા આવતા હોય છે. રાજ્યના ઘણાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળના રોડ –રસ્તા સારા છે. ખોડિયાર મંદિર આટલું વિખ્યાત સ્થળ હોય તેનો માર્ગ સાવ જર્જરીત હોય એ બાબત દુ:ખદાયી ગણાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.