સાયકલ યાત્રા:14 મેથી 1600 કિમી દરિયા કિનારાની સાયકલ યાત્રા, ભંડોળને કુપોષિત બાળકોના લાભાર્થે વપરાશે

સિહોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાકાંઠાના 14 જિલ્લા અને 40 જેટલા તાલુકામાંથી આ સાયકલ યાત્રા પસાર થશે

ગુજરાતના 1600 કિમી દરિયાકાંઠાની સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાઇકલ યાત્રા તા.14/5/22 ના રોજ કોટેશ્વર (કચ્છ)થી રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. આ સાઇકલ યાત્રા 30/5/2022 સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના 14 જિલ્લા અને 40 જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે.

આ સાઇકલ યાત્રા મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. સારા સ્વાસ્થ્ય માટે સાઇકલિંગને પ્રમોટ કરવું , દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા અને દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નિધિ, સામગ્રી એકત્રિત કરવા.

આ યાત્રામાં એકત્ર થયેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે.આ યાત્રામાં જોડાવવા માટે અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા મો:9016982199 (મિલન રાવળ), 9016166584 (શૈલેન્દ્રસિંહ ગોહિલ)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...