તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશભરમાં આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન અંતર્ગત ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આજે શિહોર નજીક વળાવડ પાસે ભાવનગર- રાજકોટ પર ચકકાજામ કરવામાં આવ્યું હતું, પરંતુ ચક્કાજામ કાર્યક્રમ સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં દરેક વાહનને અટકાવી ખેડુતો વતી કોબીજ, ટમેટા, ડુંગળી વગેરે શાકભાજી ફ્રી આપીને કહેવામાં આવતું હતું કે છેલ્લી વાર ખેડુતો તરફથી ભેટ સ્વીકારી લેજો.
કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ખુબ જ શાંતિપૂર્વક રીતે રોડ પર જતાં વાહનોને રોકી ખુબ મૈત્રીપૂર્ણ ભાવથી લોકોને સમજાવી રહ્યા હતા. ઘનશ્યામભાઈ મોરી, લક્ષ્મણ રબારી અણહિલભાઈ ઉલવા, પ્રવિણભાઈ પટેલ, બુધાભાઈ બારૈયા સહિત તમામની શિહોર પોલીસ દ્વારા અટકાયત કરાવડાવી લેવામાં આવી. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના બોટાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ કોરડીયાને તો ગઈ રાત્રે જ બોટાદ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.