સિહોરનું પ્રાચીન નામ સિંહપુર હતું અને એક સમયે ગોહિલવાડની રાજધાની પણ હતી. રાજધાની હોવાને કારણે અહીં સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવી પડતી હતી. આથી સિહોરની સુરક્ષા કાજે જે -તે સમયે તે સમયના રાજાઓએ સિહોર ફરતે કિલ્લા બનાવવામાં આવ્યા હતા. અને આ કિલ્લા આજે પણ સિહોર ફરતે ઊભા છે.
તમે સિહોરી માતાના દર્શન કરવા જાઉં તો ત્યાં ડુંગર પરથી સિહોરનો જાજરમાન કિલ્લો દશ્યમાન થાય છે. અને આ કિલ્લો એ સમયના સિહોરની રક્ષા કરતો હતો. આજે આ વિસ્તાર જૂના સિહોર તરીકે ઓળખાય છે.
આ કિલ્લાઓ આજે અનેક જગ્યાએ જર્જરીત બની ગયા છે. અને સિહોરની આન, બાન અને શાન અને ગૌરવ સમાન છે. આથી આ કિલ્લાઓની જાળવણીની પણ એટલી જ આવશ્યકતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.